
સોળમાં વર્ષમાં પ્રવેશ...
પંદર પૂરા અને સોળમાં વર્ષમાં પ્રવેશ...
વ્હાલા ગ્રામપરિવારજનો...
નવા વર્ષના અભિનંદન...!
ઈશ્વરિયા વિજાણું પટલ લાભપાંચમ પર્વે પંદર પૂરા કરી સોળમાં વર્ષમાં પ્રવેશ કરે છે!
'મારું ગામ - આપણું ગામ - અમારું ગામ' એમ આપણાં ઈશ્વરિયા ગામને કેન્દ્રમાં રાખી વાત વિગતો અહી રજૂ થતી રહી છે, જે સૌ જાણતાં રહે છે.
વિક્રમ સંવત ૨૦૮૧નાં લાભ પાંચમ પર્વે સોળમાં વર્ષે www.ishwariya.net પ્રવેશ કરે છે, તે માટે સ્વાભાવિક આનંદ હોય જ...
જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યે દરેકને પ્રેમ અને લાગણી રહેલી છે, તે આનંદની વાત છે. આગેવાનો સાથે દાતાઓ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સખાવતો અને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
ગામમાં નીલકંઠ મહાદેવ મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે. આ શિવાલય માટે સૌનો ભાવ અને સહયોગ ભરપૂર રહ્યો છે. સરકારી માધ્યમિક શાળા માટે પણ નમૂનેદાર કામ થાય તે માટે દાતા અને કાર્યકર્તાઓ સાથે સરકારી તંત્રનું સંકલન રહેલું છે, તેનું પણ સુંદર આયોજન છે. ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર વૃક્ષારોપણ માટે પણ વિચારણા છે, જેમાં દાતાઓ પણ રસ દાખવે છે, સૌએ તેમાં પણ સાથ આપવાનો છે. બહારગામ સ્થાઈ થયેલાં વતન પ્રેમી દાતાઓનાં દાન સાથે લાગણી વધુ મહત્વની છે, તે આપણે ખ્યાલ રાખશું...!
નવા વિક્રમ સંવત વર્ષે સૌને શુભકામના સાથે, અમને પ્રોત્સાહન મળ્યું છે અને વધુ મળશે તે અપેક્ષા સાથે હૈયાથી ખૂબ ખૂબ આભાર...!
- મૂકેશકુમાર પંડિત
સંપાદક - સંચાલક
લાભ પંચમી
બુધવાર તા.૬-૧૧-૨૦૨૪