About Us

અમારા વિશે

વ્યક્તિગત રીતે સેવાભાવી સંગઠનો દ્વારા રચનાત્મક પ્રવૃત્તિ અને તેના પ્રચાર - પ્રસાર માટે શોખ તથા તેમાંથી કારકિર્દી તથા વ્યાવસાયિક ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છીએ.

સમાચાર પત્રો તથા પ્રસાર માધ્યમો દ્વારા ઈશ્વરિયા ગામ તથા અન્યત્રના સમાચાર, અહેવાલ તથા તસવીરો મોકલવાના વ્યાવસાયિક કૌશલ્યમાં લગભગ ધારણા પ્રમાણે સફળતા મળ્યા બાદ વૈશ્વિક કક્ષાએ વ્યક્તિગત તેમજ ગામ ઈશ્વરિયાની વાત વિગત રજૂ કરવાની તિવ્ર તાલાવેલી રહેલી, જે હવે સાકાર થઈ છે.

વૈશ્વિક વિજાણુ પટલ 'ઈશ્વરિયા' સંચાલન - સંપાદન ઈશ્વરિયાથી જ થઈ રહ્યું છે, થતું રહેશે, હા... તેની પૂરક આવશ્યક કામગીરી ભાવનગર કે રાજકોટ તેમજ અન્યત્રથી પણ થઈ રહી છે.

અમે સામાજિક ક્ષેત્રની રચનાત્મક બાબતોને પ્રસારિત કરવાના હેતુને પ્રાથમિકતા આપીએ છીએ. પત્રકારત્વ અને પ્રકાશન ક્ષેત્રમાં અવનવી ક્ષિતિજો ઉમેરાતી જાય છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો પછી વૈશ્વિક વિજાણુ પટલ સરળ અને સસ્તી પદ્ધતિ ગણી શકાય તેમાં અમે માતૃભાષા ગુજરાતી તથા આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં સ્થાનિક તથા આસપાસ સંકળાયેલી બાબતો રજૂ કરવા નેમ ધરાવીએ છીએ.

સમાચાર - પ્રસાર માધ્યમોમાં અહેવાલો મોકલવા સાથે જ 'મારું ગામ - આપણું ગામ - અમારું ગામ' www.ishwariya.net દ્વારા પણ સૌના સંપર્કમાં રહેવાના છીએ.