Editorial
ચૌદ વર્ષ પૂરા, પંદરમાં વર્ષમાં પ્રવેશ...
વ્હાલા ગ્રામપરિવારજનો...
નવા વર્ષના અભિનંદન...!
ઈશ્વરિયા વિજાણું પટલ લાભપાંચમ પર્વે ચૌદ વર્ષ પૂરા કરી પંદરમાં વર્ષમાં પ્રવેશ કરે છે.
'મારું ગામ - આપણું ગામ - અમારું ગામ' એમ આપણાં ઈશ્વરિયા ગામને કેન્દ્રમાં રાખી આસપાસ સમાજની વિવિધ વાત વિગતો અહી રજૂ થતી રહી છે, જે આપ જાણો છો.
આજે વિક્રમ સંવત ૨૦૮૦ના લાભ પાંચમ પર્વે પંદરમાં વર્ષે www.ishwariya.net પ્રવેશ કરે છે, તેનો આનંદ છે.
ગામમાં જેમાં એક એક વ્યક્તિ દ્વારા જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને લાગણી રહેલી છે, તે આનંદની વાત છે. ગામના કાર્યકરો આગેવાનો સાથે વતનપ્રેમી દાતાઓ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ઉપક્રમો માટે ઉદાર ભાવના રહેલી છે, તેમાં સૌ ગ્રામજનો સાથે રહ્યા છે, જેનું ફળ સૌને મળી રહ્યું છે...
ઈશ્વરિયા વિજાણું પટલ ઉપર આપણાં ગામની વ્યક્તિઓની બાબતોની પણ વિગતો તૈયાર થઈ રહી છે, જેમાં આપ સૌના સહકાર સહયોગની અપેક્ષા રહેલી છે...
નવા વર્ષ અને આવા ઉમંગ સાથે આપ સૌને શુભકામના સાથે, અમને પ્રોત્સાહન માટે હૈયાથી ખૂબ ખૂબ આભાર...!
- મૂકેશકુમાર પંડિત
સંપાદક - સંચાલક
લાભ પંચમી
શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩