image

'વિશ્વ વિદ્યા સમિતિ' શ્રી મૂકેશ પંડિત નિમણૂંક

'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થતાં ઈશ્વરિયાના
કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં 
 
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ
જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં થયેલ રચના
 
ભાવનગર બુધવાર તા.૨૭-૮-૨૦૨૫
 
 
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત સભ્ય તરીકે નિમણૂક પામ્યાં છે.
 
નદી સહિત પ્રકૃતિ પર્યાવરણમાં થયેલાં પ્રદૂષણ સામે તેમજ જળસંચય પ્રવૃત્તિને વેગવાન બનાવનાર સમાજસેવક જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં 'તરુણ ભારત સંઘ' દ્વારા ૫૦ વર્ષથી સાર્થક સનાતન પરિવર્તનનું કાર્ય થઈ રહ્યું છે.
 
'તરુણ ભારત સંઘ' અંતર્ગત નદી પ્રકૃતિ સંરક્ષણ માટે પરંપરાગત જ્ઞાન સાથે આધુનિક શિક્ષણ પ્રણાલીનો સુમેળ સાધવા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકૃતિની કેળવણી હેતુ 
શ્રી રાજેન્દ્રસિંહજી દ્વારા દેશભરમાંથી કાર્યકર્તાઓની પસંદગી કરી 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત સભ્ય તરીકે નિમણૂક પામ્યાં છે. નદી પર્યાવરણ સંદર્ભે પત્રકારત્વ અને પ્રવૃત્તિ હેતુ તેઓને ભારત સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ સન્માન એનાયત થયેલ છે. શાળાઓમાં પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ હેતુ 'ધરતીનાં છોરું અભિયાન વડે વિદ્યાર્થીઓ સાથે પણ કાર્યક્રમો બેઠકો યોજતાં રહે છે. આ નિમણૂક થતાં સ્થાનિક કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવેલ છે.