વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 'મન કી બાત' સૌએ સાંભળી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાવનાત્મક અભિવ્યકિત 'મન કી બાત' સૌએ ભાવથી સાંભળી
ભાવનગર જિલ્લા ભાજપના સંકલન સાથે ઠેર ઠેર પ્રસારણ લાભ
ભાવનગર રવિવાર તા.૩૦-૪-૨૦૨૩
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક 'મન કી બાત' પ્રસારણ સૌએ ભાવથી સાંભળી છે. ભાવનગર જિલ્લા ભાજપના સંકલન સાથે ઠેર ઠેર પ્રસારણ લાભ લીધો છે.
સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલી 'મન કી બાત' માટે આકર્ષણ રહ્યું છે. આજે ૧૦૦માં હપ્તામાં વડાપ્રધાન શ્રીએ વિવિધ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલ વ્યક્તિઓના સંપર્ક ઉલ્લેખ સાથે પોતાની કામગીરી આધ્યાત્મિક અનુભૂતિ યાત્રા ગણાવી છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાના નેતૃત્વમાં અને 'મન કી બાત' પ્રસારણ માટે સંયોજક રહેલા શ્રી નાનુભાઈ ડાખરાના આયોજન સાથે સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ અને સંગઠનના મોવડીઓએ ભાવનગરથી માંડી નજીકનું અકવાડા, મહુવાની સંસ્થા કે બોરડા ગામની વાડી, સિહોર નગર, પાલિતાણાના સેવાભાવી મંડળ કે ડુંગરામાં આવેલ ડુંગરપર ગામ, જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ કે સહકારી બેંક, ઉમરાળા, ધોળા કે સણોસરા તેમજ રામધરી, વલભીપુર આસપાસનો વિસ્તાર, ગારિયાધાર કે રંઘોળા ગામ તેમજ અન્ય સેવાભાવી સામાજિક સાથે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જિલ્લાભરમાં સૌએ આ કાર્યક્રમ સાંભળ્યો છે.
પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે દરેક નગર અને ગામના કાર્યકર્તાઓ દ્વારા ભારે સુંદર આયોજન દ્વારા વડાપ્રધાન શ્રીનો ભાવવાહી સંદેશો જન જન સુધી પહોંચ્યો છે, તેમ પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.