image

રંઘોળામાં યોજાઈ વાનગી સ્પર્ધા

તંદુરસ્ત શરીર અને જીવન માટે
પોષક તૃણ ધાન્ય ખોરાક અનિવાર્ય 
રંઘોળામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા અને સંકલિત બાળવિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા યોજાઈ વાનગી સ્પર્ધા
 
સણોસરા ગુરુવાર તા.૧૪-૯-૨૦૨૩
 
રંઘોળામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ તે વેળાએ થયેલી વાતમાં તંદુરસ્ત શરીર અને જીવન માટે પોષક તૃણ ધાન્ય ખોરાક અનિવાર્ય હોવાનું જણાવાયું છે.
 
આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩ ઉજવણી પ્રસંગે રંઘોળામાં શ્રી લાલજીભાઈ દુદાભાઈ  પટેલ માધ્યમિક શાળા ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન થયું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા અને સંકલિત બાળવિકાસ યોજના કચેરી ભાવનગર અંતર્ગત વિદ્યાર્થીનીઓ સાથે આંગણવાડીના સંકલન સાથે ગૃહિણીઓ દ્વારા વિવિધ વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.
 
અહી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમભાઈ શુક્લ સાથે શ્રી પરેશભાઈ રાઠોડ,સંકલિત બાળવિકાસ યોજનાના અધિકારી શ્રી સરસ્વતીબેન પટેલ સાથે શ્રી સુધાબેન ચૌહાણ તથા શ્રી ભારતીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ આહિર દ્વારા તૃણ ધાન્ય સાથે બાળકો અને મહિલાઓના આરોગ્ય સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તંદુરસ્ત શરીર અને જીવન માટે પોષક તૃણ ધાન્ય ખોરાક અનિવાર્ય હોવાનું આ વાનગી સ્પર્ધા કાર્યક્રમમાં જણાવાયું છે. 
 
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી શીલાબેન બોરિચાના સંકલન આયોજનમાં શિક્ષિકા શ્રી માધવીબેન મોરીના સંચાલન સહકાર સાથે આ કાર્યકમમાં સૌએ ઉત્સાહ સાથે ભાગ લીધી. માધ્યમિક શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.