દેવગાણા તૃણધાન્ય વાનગી સ્પર્ધા
દેવગાણા ગામે તૃણધાન્ય વાનગી સ્પર્ધા યોજાઈ
સણોસરા રવિવાર તા.૨૪-૯-૨૦૨૩
આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ સંદર્ભે સિહોર તાલુકાના દેવગાણા ગામે સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી શ્રી હેમાબેન દવે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરાના શ્રી શીલાબેન બોરિચાના સંકલન સાથે તૃણધાન્ય અને પોષણ અંગે માર્ગદર્શન અપાયું. અહીંયા તૃણધાન્ય વાનગી સ્પર્ધામાં બહેનોએ હોંશભેર ભાગ લીધો. આંગણવાડી વિભાગના શ્રી રાજેશ્વરીબેન જાડેજા, કૃષિ વૈજ્ઞાનિક શ્રી પરેશભાઈ રાઠોડ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ દવે અને શાળા પરિવાર જોડાયેલ.