image

ચૂંટણી સંદર્ભે સોનગઢ ખાતે વાહનોની તપાસ

ચૂંટણી સંદર્ભે ગેરકાયદે હેરાફેરી સામે
સોનગઢ ચોકડી ખાતે વાહનોની તપાસ
વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કામગીરી
 
ઈશ્વરિયા બુધવાર તા.૨૩-૧૧-૨૦૨૨
 
વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરકાયદે હેરાફેરી તેમજ આચાર સંહિતા ભંગ કરનાર સામે તકેદારી હેતુ ઠેરઠેર ચકાસણી થઈ રહી છે. સિહોર તાલુકાના સોનગઢ ખાતે પણ વાહનોની તપાસ થઈ રહી છે.
 
મતદારો અને ઉમેદવારો સંદર્ભે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ ચકાસણીના અભિયાન તળે વાહનો દ્વારા સંભવિત ગુનાખોરી સંદર્ભે થતી ગેરકાયદે હેરાફેરી સામે સતત નિરીક્ષણ શરૂ રહેલ છે.
 
સિહોર તાલુકાના સોનગઢ ખાતે ચોકડી પાસે પાલિતાણા, રાજકોટ તેમજ અમદાવાદ અને ભાવનગર તરફના માર્ગો સાથે સંકળાયેલ તેમજ સ્થાનિક વિસ્તારના અવર જવર કરી રહેલા વાહનોની તપાસ થઈ રહી છે.