સોનગઢ તીર્થમાં શ્રી બાહુબલી મુનીવરની વિરાટ દર્શનીય પ્રતિમા
સોનગઢ તીર્થમાં શ્રી બાહુબલી મુનીવરની
વિરાટ દર્શનીય પ્રતિમા
એક વર્ષ બાદ યોજાશે પ્રતિષ્ઠા વિધિ
ઈશ્વરિયા ગુરુવાર તા.૨૪-૧૧-૨૦૧૧
ગોહિલવાડના સુપ્રસિદ્ધ સોનગઢ તીર્થમાં સ્થાપિત શ્રી બાહુબલીની ભવ્ય અને દિવ્ય પ્રતિમા ભાવિક યાત્રિકો માટે દર્શનીય છે. આ સંકુલમાં પર્વતીય રચના, દર્શન વિભાગો વગેરેનું ભવ્ય કામકાજ ચાલી રહ્યું છે.
ગુરુદેવ શ્રી કાનજી સ્વામી તથા બહેન શ્રી ચંપાબેનની ધર્મપ્રભાવના ઉદયે સુવર્ણપુરી સોનગઢમાં ભારત વર્ષની વિરાટ પ્રતિમાઓ પૈકીની આ બાહુબલી મુનિવરની ખડગાસન એવી પ્રતિમાની આરોહણ વિધિ ભારે આસ્થા અને જહેમત સાથે વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી છે. અહી એક વર્ષ બાદ પ્રતિષ્ઠા વિધિ યોજાશે.
ગોહિલવાડના આ સુપ્રસિદ્ધ સોનગઢ તીર્થમાં જંબુદ્વિપ બાહુબલી સંકુલમાં સંસ્થાના કાર્યકર્તા સાધકોના સંકલન સાથે હાલમાં વિવિધ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.