image

આંબલા ઉજવાયો સિંહ દિવસ

સિંહ એ પ્રાણી નહિ પણ આપણા માટે
સન્માનિત સાવજ છે
આંબલા ખાતે સિહોર તાલુકા કક્ષાએ ઉજવાયો સિંહ દિવસ
 
ઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૮-૨૦૨૩
 
વિશ્વ સિંહ દિવસ પ્રસંગે આંબલા ગામે કેન્દ્રવર્તી શાળા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સિંહ એ પ્રાણી નહિ પણ આપણા માટે સન્માનિત સાવજ છે તેમ વિદ્યાર્થીઓને વાત કરવામાં આવી.
 
વન વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન વડે સિંહ ક્ષેત્રના ગામોમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે સંદર્ભે સિહોર તાલુકા કક્ષાએ આંબલા ગામે કેન્દ્રવર્તી શાળામાં ઉત્સાહ સાથે આયોજન થઈ ગયું.
 
સિંહ દિવસ સંયોજક શ્રી નિલેશ નાથાણી તથા શ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિ સાથે શિક્ષક શ્રી વિજય મકવાણા અને વન વિભાગના અધિકારી શ્રી મૂકેશ કરમટિયા દ્વારા સિંહ પ્રાણી અને તેની વિશેષતા સાથે આજના દિવસ પ્રસંગે સરસ માહિતી રજૂ થઈ હતી.
 
સિંહ એ પ્રાણી નહિ પણ આપણા માટે સન્માનિત સાવજ છે તેમ વિદ્યાર્થીઓને વાત કરવામાં આવી અને આંબલા વિસ્તારમાં પણ સિંહના વિચરણની વાતો થઈ.
 
શાળાના આચાર્ય શ્રી નરેન્દ્ર રાવ દ્વારા પ્રારંભે વિગતો આપવામાં આવી. શિક્ષક શ્રી અમિત ચૌહાણના સંકલન સંચાલન સાથે આ કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ માટે સૌએ સંકલ્પ લીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સિંહ દિવસ પ્રસંગે ગ્રામયાત્રા યોજાઈ હતી. અહી વન વિભાગ સિહોર કચેરી તથા શાળા પરિવારનું સુંદર આયોજન રહ્યું.