image

સિહોરમાં સશકત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમ

સરકારની વિવિધ યોજનાઓ અને
સૌની જાગૃતિ સાથે મહિલા વિકાસ માટે હાકલ
 
સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા યોજાયો
સશકત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમ
 
સિહોર ગુરુવાર તા. 12.1.2023
 
આવતીકાલની સશકત નારી માટે આજની કિશોરીના પોષણ માટે સૌની જવાબદારી રહેલી છે. સિહોરમાં યોજાયેલ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અને સૌની જાગૃતિ સાથે મહિલા વિકાસ માટે હાકલ કરવામાં આવી.
 
સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા સશકત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમ યોજાયો જેમાં અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તૃપ્તિબેન જસાણી રહ્યા હતા અને તેઓએ મહિલા કલ્યાણમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું.
 
કિશોરીઓના પોષણ સાથે મહિલાઓના આરોગ્ય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
 
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયેલા આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી જોગસિંહ દરબાર સાથે ફરજ પરના તાલુકા વિકાસ અધિકારી કચેરીના શ્રી વામનભાઈ ગોસ્વામી, શ્રી ઈશ્વરભાઈ કુવાડિયા અને જુદી જુદી કચેરીઓના અધિકારી, કર્મચારીઓ અને પ્રતિનિધિઓ જોડાયા હતા. 
 
કાર્યક્રમ પ્રારંભે સિહોર કચેરીના ફરજ પરના અધિકારી શ્રી હેમાબેન મહેતાએ સ્વાગત સાથે કાર્યક્રમ રૂપરેખા સમજાવી હતી.
 
આ જાગૃતિ અભિયાન સંદર્ભે આરોગ્ય વિભાગ અંગે શ્રી પુજાબા ગોહિલ, ઔધોગિક તાલીમ સંસ્થાના શ્રી ભાવિન શાહ, બાળ સંભાળ કચેરીના શ્રી કૃષિતા રાઠોડ, સંકલિત બાળ વિકાસ યોજના ભાવનગર કચેરીના શ્રી સંજયભાઈ ઘાઘરેટિયા, ભાવનગર જિલ્લા સહકારી બેંકના શ્રી નિર્મળસિંહ ડોડિયા, પોલીસ મથકના શ્રી નિશાબા ગોહિલ, કાનૂની સમિતિના શ્રી હરીશ પવાર, અગ્રણી શ્રી કેતનભાઈ જસાણી, કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
 
કાર્યક્રમ સંદર્ભે આ કચેરીના શ્રી રાજેશ્વરીબા જાડેજાએ જાણકારી આપી હતી. આ સાથે કુમારી સુરભી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયેલ. આભારવિધિ શ્રી દુર્ગાબેન બાબરિયાએ કરી હતી. આ પ્રસંગે શ્રી નિધિબેન દવેએ કિશોરી પોષણ જાગૃતિ સંદર્ભે સૌને પ્રતિજ્ઞા લેવરાવેલ. સંચાલનમાં શ્રી ધ્રુવભાઈ મહેતા સાથે શ્રી નિધિ સાગધરા રહેલ.
 
આ સાથે અહી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલ. અહી વિવિધ સન્માન પુરસ્કારો આપવામાં આવ્યા હતા.