image

ભાવનગર જિલ્લા ભાજપ સિહોર કાર્યશાળા

ભાજપ કાર્યકર્તા માત્ર ચૂંટણી પૂરતો નહિ, સમાજ
અને પક્ષ માટે કાયમ સક્રિય - શ્રી ધનસુખ ભંડેરી
ભાવનગર જિલ્લા ભાજપ કાર્યકર્તાની સિહોરમાં યોજાઈ કાર્યશાળા
 
ભાવનગર રવિવાર તા.૧૯-૨-૨૦૨૩
 
ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સિહોરમાં યોજાયેલ કાર્યશાળામાં પ્રદેશ નિયુક્ત માર્ગદર્શક શ્રી ધનસુખભાઈ ભંડેરીએ ભાજપ કાર્યકર્તા માત્ર ચૂંટણી પૂરતો નહિ, સમાજ અને પક્ષ માટે કાયમ સક્રિય હોવાનું જણાવ્યું. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મૂકેશ ભાઈ લંગાળિયાના અધ્યક્ષ સ્થાને સંગઠન સંદર્ભે હોદ્દેદારોને માહિતી આપવામાં આવી.
 
ભાજપના રાષ્ટ્રીય સંગઠન બાદ પ્રદેશ અને જિલ્લા સંગઠનથી એક એક ગામના એક એક મતદાન મથક અને મતદાર સુધી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સંગઠન અને સભ્યપદ દ્વારા સશક્તિકરણનું અભિયાન ચાલી રહ્યું છે, કે સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યકર્તાની સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ.
 
પ્રદેશ ભાજપ નિયુક્ત નિયુક્ત માર્ગદર્શક શ્રી ધનસુખભાઈ ભંડેરીએ તેમની વાતમાં ભાજપ કાર્યકર્તા માત્ર ચૂંટણી પૂરતો નહિ, સમાજ અને પક્ષ માટે કાયમ સક્રિય હોવાનું જણાવ્યું અને તાજેતરની ચૂંટણીમાં ૧૫૬ બેઠકો મેળવ્યા બાદ હવે નિરાંત નહિ પણ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ સક્રિય બનવાનું છે. કોઈ વ્યક્તિગત ગમા-અણગમા વચ્ચે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કાર્યકર્તા સંકલ્પબધ્ધ છે. તેઓએ ભાજપના મંડળ તેમજ શક્તિકેન્દ્ર સંબંધી તબક્કાવાર બેઠક આયોજનો અને પ્રશિક્ષણ માર્ગદર્શન આપ્યું.
 
અધ્યક્ષ સ્થાને રહેલ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મૂકેશભાઈ લંગાળિયાએ કાર્યશાળામાં જોડાયેલ હોદ્દેદારોને તળ પર રહેલી વાસ્તવિક પરિસ્થિતિ સાથે તબક્કાવાર સંગઠન સશક્તિકરણ પ્રક્રિયામાં સજાગ રહેવા હાકલ કરી. પંડિત દીનદયાળજીના સ્મરણ સાથે તેઓએ કાર્યકર્તાઓને આશાવાદી રહી સતત કાર્યરત રહેવા જણાવ્યું.
 
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હરેશભાઈ વાઘના સંચાલન સાથે અહી અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. આભારવિધિ શ્રી દિપ્તીબેન ત્રિવેદીએ કરી હતી. મહામંત્રી શ્રી કેતનભાઈ કાંત્રોડિયા અને જિલ્લા તાલુકા સંગઠન હોદ્દેદારો દ્વારા વિવિધ મુદ્દાઓ ચર્ચાયા હતા.
 
અભિયાનમાં જવાબદારી સોંપાયેલ અગ્રણીઓ શ્રી સંજય સિંહ ગોહિલ, શ્રી અભયભાઈ ચાવડા સાથે શ્રી દિપ્તીબેન ત્રિવેદી દ્વારા સુંદર સંકલન રહ્યું.