લોકભારતી સણોસરા શ્રી મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે
શ્રી મોરારિબાપુ મુલાકાત
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૭-૧૧-૨૦૨૩
ગોહિલવાડના ગૌરવ રૂપ કેળવણીધામ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે નૂતન વર્ષના દિવસોમાં
શ્રી મોરારિબાપુ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાઈ છે. લોકભારતીના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ, લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી અને સંસ્થા પરિવારના અગ્રણી કાર્યકર્તાઓ શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી વિશાલભાઈ ભાદાણી, શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા અને શ્રી જયવંતસિંહ ગોહિલ વગેરે સાથે પ્રાસંગિક શુભકામના ચર્ચાઓ થઈ હતી. આ વેળાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમભાઈ શુક્લ સાથે શ્રી જગદીશગિરિ ગોસ્વામી, શ્રી રેખાબેન વ્યાસ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. આગામી માસે અહી યોજાનાર રામકથાની ચાલતી તૈયારીઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.