ધોળામાં સંત શ્રી ધનાબાપાની પૂણ્યતિથિ
ધોળામાં સંત શ્રી ધનાબાપાની પૂણ્યતિથિની
ભક્તિ ભાવ સાથે થઈ ઉજવણી
ધ્વજારોહણ અને પૂજન દર્શન સાથે પ્રસાદ લાભ લેતા ભાવિકો
ઈશ્વરિયા શુક્રવાર તા.૨૩.૬-૨૦૨૩
ધોળામાં સંત શ્રી ધનાબાપાની પૂણ્યતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી થઈ છે. અહી ધ્વજારોહણ અને પૂજન દર્શન સાથે ભાવિકોએ પ્રસાદ લાભ લીધો છે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ જગ્યા એટલે શ્રી ધનાભગતની જગ્યા. અહીંયા આસપાસના પંથકના ભાવિક શ્રદ્ધાળુઓ દર્શન સાથે પ્રસાદ લાભ લેતા રહે છે. સંત શ્રી ધનાબાપાની ૧૭૮મી પૂણ્યતિથિ અષાઢ સુદ પાંચમ ઉજવવામાં આવી. આ પ્રસંગે અહીંયા મહંત શ્રી બાબુરામ ભગતના નેતૃત્વમાં ધ્વજા રોહાણ અને પૂજન વિધિ કરવામાં આવી.
પૂણ્યતિથિ આયોજનમાં દાતા શ્રી કરશનભાઈ ટાઢા રહ્યા હતા. શ્રી ધનાબાપા સેવા સંસ્થાનના પ્રમુખ શ્રી ગણેશભાઈ ખૂંટ સાથે સેવક સમુદાયના સંકલન સાથે ધાર્મિક અને ઉત્સાહના ભાવ સાથે પૂણ્યતિથિ ઉજવણી થઈ ગઈ.