શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા યજ્ઞ પ્રારંભ
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં
યજ્ઞ પ્રારંભ દીપ પ્રાગટ્ય
જાળિયા ગુરુવાર તા.૧૭-૮-૨૦૨૩
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં યજ્ઞ પ્રારંભે દીપ પ્રાગટ્યમાં શ્રી હરદેવગિરિબાપુ, શ્રી કૈલાસગિરિબાપુ, શ્રી મનજીબાપા (બગદાણા) તથા શ્રી હબીબભાઈ હાલાણી (નાની બોરું) જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ કલ્યાણ અર્થે શ્રાવણ માસ પ્રસંગે મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક તથા ભૈરવ યાગ રાખવામાં આવેલ છે. શ્રી અનંતભાઈ ઠાકર અને ભૂદેવો યજ્ઞ વિધિમાં જોડાયા છે.