image

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ગુરુપૂર્ણિમા

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે ગુરૂપૂજન વંદના
 
જાળિયા સોમવાર તા.૩-૭-૨૦૨૩
 
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે શ્રી ગોપાલજીગિરીબાપુની પૂજન વંદના વિધિ થઈ. આશ્રમના જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ગુરૂપૂજન આરતી સાથે સત્સંગ સંકીર્તનમાં ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અહી જાળિયા ઉપરાંત આજુબાજુના ગામો તેમજ દૂરથી સેવકો મોટી સંખ્યામાં આવ્યા અને ગુરૂપૂજન ઉત્સવ સાથે મહાપ્રસાદ લાભ લીધો હતો.