image

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા શ્રી ગોપાલગીરીબાપુ પૂણ્યતિથિ ઉજવાઈ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભાવ ભક્તિ
સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ ઉજવાઈ
પૂજન સત્સંગ સાથે પ્રસાદ અને
આસપાસના ગામોમાં બટુક ભોજન લાભ
 
જાળિયા ગુરુવાર તા.૫-૧૦-૨૦૨૩
 
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભાવ ભક્તિ સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ ઉજવાઈ છે. આ પ્રસંગે પૂજન સત્સંગ સાથે પ્રસાદ અને આસપાસના ગામોમાં બટુક ભોજન લાભ મળ્યો છે.
 
શ્રી વિશ્વાનંદ માતાજીના સંકલન સાથે ભાદરવા વદ ૭ શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ ભાવ ભક્તિ સાથે ઉજવાઈ છે. આ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમમાં પૂજન વિધિ અને સત્સંગ સંકીર્તન સાથે પ્રસાદ આયોજન કરવામાં આવ્યું.
 
આ તિથિ પ્રસંગે ત્રણ દિવસ મંગળ, બુધ તથા ગુરુવાર દરમિયાન આસપાસના વિસ્તારના ૧૦૮ કરતાં વધુ ગામોમાં બટુક ભોજન કરાવવામાં આવ્યું. 
 
શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આ બટુક ભોજન માટે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સેવા કાર્ય થયું અને લાભ મળ્યો.