image

શિવકુંજ આશ્રમ જાળિયા શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ આયોજન

શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ નિમિત્તે
૧૦૮ કરતાં વધુ ગામોમાં બટુક ભોજન 
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા
આસપાસના ગામો માટે થયું આયોજન
 
જાળિયા મંગળવાર તા.૩-૧૦-૨૦૨૩
 
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના આયોજન સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ નિમિત્તે૧૦૮ કરતાં વધુ ગામોમાં બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે.
 
શ્રી વિશ્વાનંદ માતાજીના સંકલન સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ ભાદરવા વદ ૭ ગુરુવાર તા.૫ના ઉજવવામાં આવશે. આ તિથિ પ્રસંગે અગાઉથી જ ત્રણ દિવસ મંગળ, બુધ તથા ગુરુવાર દરમિયાન આજુબાજુના વિસ્તારના ૧૦૮ ગામોમાં બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. જો કે ૧૦૮ ગામના સંકલ્પ કરતાં વધુ ગામોમાં આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં આ પ્રસાદ વિતરણ કરાવવામાં આવી રહ્યું છે. 
 
શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આ બટુક ભોજન માટે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સેવા કાર્ય થઈ રહ્યું છે.