image

સેવા પખવાડિયા નિમિત્તે ભાજપ આરોગ્ય શિબિરો

ભાવનગર જિલ્લામાં સેવા પખવાડિયા નિમિત્તે
ભાજપ દ્વારા આરોગ્ય શિબિરોનો મળ્યો લાભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ
નિમિત્તે થયેલું આયોજન
 
ભાવનગર રવિવાર તા.૨૪-૯-૨૦૨૩
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આરોગ્ય શિબિરોનાં આયોજનો થયા, જેનો લાભ દર્દીઓને મળ્યો છે.
 
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાના નેતૃત્વ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહિર અને જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલાના સંકલન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા દરમિયાન વિવિધ આયોજન ચાલી રહ્યા છે. આ સેવા પખવાડિયા દરમિયાન ભાવનગર જિલ્લામાં દરેક તાલુકાઓમાં આરોગ્ય શિબિરો યોજાઈ ગઈ.
 
ભાજપના તબીબી અગ્રણીઓ સાથે સ્થાનિક કાર્યકર્તાઓના સાથથી થયેલા સેવાકાર્યમાં જિલ્લા ભાજપ મંત્રી શ્રી મનહરભાઈ બલદાણિયા સાથે શ્રી જિલ્લાની જવાબદારીમાં રહેલ શ્રી અનિલભાઈ ત્રિવેદી તથા સાથે રહેલા શ્રી અજિતસિંહ સરવૈયા દ્વારા સિહોર, ભાવનગર, વલભીપુર, ઘોઘા, તળાજા, જેસર, ઉમરાળા, પાલિતાણા તથા મહુવા તાલુકાના દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળ્યો છે. 
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે સેવા પખવાડિયા નિમિત્તે ગત તા.૧૭થી આગામી તા.૨ દરમિયાન વિવિધ સેવાકીય આયોજનો કાર્યક્રમો ચાલી રહ્યાંનું જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.