'સૌની યોજના' અંતર્ગત ઈશ્વરિયા ગામના ગોકુળધરામાં પાણી છોડાતા ખુશી
ઈશ્વરિયા રવિવાર તા.૨૩-૧૦-૨૦૨૨
'સૌની યોજના' અંતર્ગત વિકળિયા ગામથી ભાવનગર માટે ભૂંગળા દ્વારા પાણી પુરવઠો જઈ રહ્યો છે, જેનો લાભ ઈશ્વરિયા ગામને મળ્યો છે.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ પાસે ફ્લકુ નદી પર ગોકુળધરા વિસ્તારમાંથી 'સૌની યોજના' તળે વિકળિયા ગામથી બોરતળાવ ભાવનગરના ભૂંગળા નાખવામાં આવેલ હોય તેમાંથી પાણી છોડવામાં આવેલ છે.
આગેવાનો અને અધિકારીઓના સંકલનથી દિવાળી તહેવાર પર આ પાણી અહીંના ગોકુળધરામાં છોડાતા સૌ ખેડૂતો ગ્રામજનો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.