સણોસરા સ્વસ્થ બાળક સ્પર્ધા
સણોસરામાં સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઈ
સણોસરા બુધવાર તા.૨૯-૩-૨૦૨૩
સણોસરામાં આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના વડા શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિ સાથે સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઈ ગઈ. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી શ્રદ્ધાબેન જોષી સાથે કેર ઈન્ડિયા સંસ્થાના શ્રી જયદીપસિંહ હુણ, આંગણવાડીના શ્રી હિનાબેન પુરોહિત, શ્રી મમતાબેન જાદવ, શ્રી સંગીતાબેન ચાવડા અને આશા કાર્યકર્તા શ્રી નયનાબેન ગોસ્વામીના સંકલનથી બાળકોના સ્વાસ્થ્ય સંબંધી વજન, ઊંચાઈ, વિકાસ વગેરે ચકાસણી સાથે રસીકરણ કરવામાં આવેલ. બાળકોને પુરસ્કૃત પણ કરવામાં આવેલ.