સણોસરામાં યોજાશે સમૂહ યજ્ઞોપવિત
સણોસરામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા
યોજાશે સમૂહ યજ્ઞોપવિત સમારોહ
અક્ષય તૃતિયા પર્વે શ્રી દાનેવ આશ્રમ ખાતે આયોજન
ઈશ્વરિયા મંગળવાર તા.૧૪-૩-૨૦૨૩
ભાવનગર જિલ્લાના સણોસરામાં શ્રી દાનેવ આશ્રમ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અક્ષય તૃતિયા પર્વે સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજાનાર છે.
બ્રાહ્મણ માટે જનોઈ એટલે યજ્ઞોપવિત વિધિએ અનિવાર્ય અને મહાત્મ્યપૂર્ણ સંસ્કાર છે. આ માટે ભાવનગર જિલ્લાના સણોસરામાં શ્રી નીરૂબાપુના સહયોગ સાથે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રી દાનેવ આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવિત આયોજન કરાયું છે.
વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતિયા પર્વે શનિવાર તા.૨૨-૪-૨૦૨૩ના યોજાનાર યજ્ઞોપવિતમાં જોડાવા ઈચ્છતા બટુકના વાલીઓએ જરૂરી વિગતો નિયત નમૂનામાં સોમવાર તા.૧૦-૪-૨૦૨૩ સુધીમાં આયોજકોને મોકલી આપવા અનુરોધ છે. આ માટે શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય - સણોસરા (૯૪૨૭૨ ૩૩૦૮૯) તથા શ્રી જયેશભાઈ પંડિત - રંઘોળા (૯૪૨૬૨૩૯૫૦૩) પાસેથી વધુ જાણકારી મળશે.