સણોસરા આડબંધ મરામત
સણોસરામાં આડબંધ મરામત પ્રારંભ
ઈશ્વરિયા રવિવાર તા.૨૮-૫-૨૦૨૩
ભાવનગર સિંચાઈ યોજના વિભાગ અંતર્ગત સણોસરા ગામે સિંદરી નદી પરના આડબંધ મરામત કામગીરીનો પ્રારંભ થયો. લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં આ વેળાએ સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ સાથે લોકભારતીના અગ્રણીઓ શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા, શ્રી કાંતિભાઈ ગોઠી વગેરે જોડાયા હતા. પિડીલાઈટ જળસંગ્રહ અભિયાન દ્વારા આ કામગીરીથી આ વિસ્તારને ફાયદો થશે. સિંચાઈ વિભાગના શ્રી રવિભાઈ કંજરિયા સાથે શ્રી માધવભાઈ લાખણોત્રાનું માર્ગદર્શન રહેલું છે.