image

આજ ઉમંગ સાથે આસ્થાનો દિવસ

વ્હાલા ગ્રામપરિવારજનો...
 
કુશળ હશો...
ઈશ્વરિયા ગામ માટે આજ ઉમંગ સાથે આસ્થાનો દિવસ છે...!
 
ગામના શિવમંદિર નવનિર્માણ માટે ભૂમિપૂજન ખાતમુહૂર્ત વિધિ માટે આજે સૌને હૈયે ભાવ રહેલો છે. વસંત પંચમી અને પ્રજાસત્તાક પર્વ, આ બધા સુંદર સંયોગ આજે છે.
 
ગામ એટલે આપણો પરિવાર, આપણી દુનિયા અને બધું જ એ જન્મભૂમિ ઈશ્વરિયા. ગામમાં વર્ષોથી શિવમંદિરના જીર્ણોધ્ધાર કે નવનિર્માણ માટે ભાવ હતો, કે હવે સાકાર થવા જઈ રહ્યો છે, જેનું આજે મુહૂર્ત કરી રહ્યા છીએ. આ માટે ગ્રામજનો વતનપ્રેમીઓ દ્વારા તન, મન અને ધનથી સહયોગ મળ્યો છે. 
 
'શિવ' એટલે કલ્યાણ, ભોળાનાથ સૌને કલ્યાણ જ કરે. નીલકંઠ મહાદેવના આપણાં મુખ્ય મંદિરના નવનિર્માણ સાથે જ ગામના પરિવાર ભાવનાને બળ મળતું જાય છે, જે ઈશ્વરની કૃપા છે.
 
આજે વસંતપંચમી એટલે સરસ્વતી માતાની ઉપાસનાનું પર્વ. જીવન માટે વિદ્યા એ આશીર્વાદ છે. શાળા કે સમાજ દરેક સ્થાનેથી સૌને સદ્દવિદ્યા મળી રહી છે. શિક્ષણમાં બાળમંદિર - આંગણવાડીથી લઈને પ્રાથમિક અને માધ્યમિક શાળાનો લાભ આપણને મળ્યો છે. આ માટે સૌએ આ વિદ્યાધામ માટે પણ સહયોગ આપ્યો છે.
 
રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ માટે ઈશ્વરિયાથી લઈ પૂરા દેશમાં રાષ્ટ્રપ્રેમ સાથેના ઉત્સવ અને કાર્યક્રમોમાં સૌ જોડાયા છે.
 
ગામમાં શિવ, સરસ્વતી અને રાષ્ટ્રપ્રેમના સંયોગના પર્વ પ્રસંગે ધર્મ, આસ્થા, વિદ્યા, સમાજ અને રાષ્ટ્ર... સૌના આનંદ અને એકતા માટેની ખૂબ ભાવ અને અંતરથી શુભકામના...!
 
- મૂકેશકુમાર પંડિત
  સંપાદક - સંચાલક
 
  વસંતપંચમી 
  ગુરુવાર તા.૨૬-૧-૨૦૨૩