જયપુર રાષ્ટ્રીય સંગોષ્ઠિમાં કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત
વૈશ્વિક પર્યાવરણ સંકટ સામે બાળકોને
કેળવણીમાં પાઠ ભણાવવા વ્યક્ત થતું મંતવ્ય
જયપુર ખાતે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં રાષ્ટ્રીય સંગોષ્ઠિમાં ભાગ લેતા કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત
જયપુર ગુરુવાર તા.29-06-2023
જયપુર ખાતે જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં 'ધરતી બચાવીએ' રાષ્ટ્રીય સંગોષ્ઠિમાં ભાગ લેતા પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા ઉદ્દબોધનમાં વૈશ્વિક પર્યાવરણ સંકટ સામે બાળકોને કેળવણીમાં પાઠ ભણાવવા મંતવ્ય વ્યક્ત કરાયું.
સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય સંકટ સાથે સ્થાનિક કક્ષાએ સમાજ અને વ્યક્તિગત રીતે શું કરી શકાય તે હેતુથી જયપુર ખાતે ભારત સેવા સંસ્થાન અને મહાત્મા ગાંધી સંસ્થા અંતર્ગત બુધવારે 'ધરતી બચાવીએ' રાષ્ટ્રિય સંગોષ્ઠિમાં જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં દેશમાંથી ૩૦ જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા અને તેઓની પ્રવૃત્તિ સાથે આગામી આયોજનો પર વાત કરવામાં આવી.
શ્રી રાજેન્દ્રસિંઘ દ્વારા નદી સાથે પ્રકૃતિના સાંપ્રત શોષણ સામે ચિંતા વ્યક્ત કરી. તેઓએ જળસંકટ અને ભયાનક પરિસ્થિતિ સાથે જળસંગ્રહના થયેલા કામોના ઉજળા પરિણામોનો ઉલ્લેખ કર્યો અને એક એક વ્યક્તિની ભૂમિકા પર ભાર મૂક્યો.
આ સંગોષ્ઠિમાં ગુજરાતમાંથી પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિતને નિમંત્રણ મળતા તેઓ દ્વારા ઉદ્દબોધનમાં વૈશ્વિક પર્યાવરણ સંકટ સામે બાળકોને કેળવણીમાં પાઠ ભણાવવા મંતવ્ય વ્યક્ત કરાયું. ગુજરાત સરકાર સાથે સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દ્વારા થયેલા કામોનો ઉલ્લેખ કર્યો. શ્રી મૂકેશ પંડિતે વતન ઈશ્વરિયાની શાળા તથા અન્ય કાર્યક્રમોમાં 'ધરતીના છોરું' અભિયાન અંગે જણાવ્યું.