image

કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલને 'સેવા સન્માન પુષ્પ'

કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલને પર્યાવરણ
સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' થયું એનાયત
ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ
દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહ
 
ભાવનગર ગુરુવાર તા.૧૮-૯-૨૦૨૫
 
ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલને પર્યાવરણ સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' એનાયત થયેલ છે.
 
ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વિભાગ ગાંધીનગર અને સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થા રાજકોટ દ્વારા ગાંધીનગરમાં પર્યાવરણ સંબંધી સન્માન સમારોહ યોજાઈ ગયો. અહીંયા રાજ્યનાં વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સદભાવના વૃધ્ધાશ્રમના વડા શ્રી વિજયભાઈ ડોબરિયા,  સચિવ શ્રી રાહુલ ગુપ્તા સાથે શ્રી રાજેશ બલદાણિયાની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામનાં વતની અને બોટાદ જિલ્લાનાં ઉગામેડી સ્થિત નિવૃત્ત શિક્ષક પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલ (આર.પી.)ને 'સેવા સન્માન પુષ્પ' અને રકમ રૂપિયા ૨૫ હજાર એનાયત થયેલ છે, જે રકમ પર્યાવરણ પ્રવૃત્તિમાં વાપરવા તેઓએ જાહેરાત કરી છે.
 
ઈશ્વરિયા તેમજ ઉગામેડી સહિત વિવિધ સ્થાનોમાં વિદ્યાર્થીઓ માટે શિબિરો, પ્રાકૃતિક પ્રવાસ, ખેડૂતોને ફળાઉ રોપા તેમજ શાકભાજી બીજ વિતરણ, જળ સંગ્રહ કામગીરી સહિત પ્રકૃતિ પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિની પ્રવૃત્તિમાં કાર્યરત રહેલ નિવૃત્ત શિક્ષક અને કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણીને આ સંદર્ભે અનેક સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે.
 
ગુજરાત સરકાર અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં મહાનુભાવોનાં હસ્તે કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણીને પર્યાવરણ સંદર્ભે 'સેવા સન્માન પુષ્પ' પદક અને રૂપિયા ૨૫ હજાર એનાયત થયેલ છે. આ રકમ પર્યાવરણ પ્રવૃત્તિઓમાં જ વાપરવાની જાહેરાત તેઓએ સહર્ષ કરી છે. આ સન્માનથી પર્યાવરણ પ્રેમીઓ કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવાયા છે.