image

રામધરી કથા મહોત્સવ

રામધરી ગામે ત્રીસ દિવસીય કથા મહોત્સવ
 
ઈશ્વરિયા રવિવાર તા.૨૪-૩-૨૦૨૩
 
રામધરી ગામે શ્રી હનુમાનધારા આશ્રમ ખાતે ભાવ ભક્તિ સાથે ત્રીસ દિવસીય કથા મહોત્સવ યોજાયેલ છે. શ્રી અમરદાસબાપુના સંકલ્પ આયોજન સાથે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે,  કે કથામૃત પાન શ્રી અશ્વિનભાઈ ભટ્ટ કરાવી રહ્યા છે. આ આયોજનમાં પ્રથમ રામ કથા રસપાન શ્રી મથુરાદાસબાપુએ કરાવ્યું અને બાદમાં શ્રી રામદેવજી કથા રસપાન શ્રી તિલકદાસબાપુએ કરાવેલ. ત્રીસ દિવસ વિવિધ કથા દરમિયાન સંતો, મહંતો અને આગેવાનો સાથે ભાવિકોએ લાભ લીધો. આશ્રમ દ્વારા વિવિધ ધર્મ સેવા કાર્યો થઈ રહ્યા છે.