image

રાજપરા વરતેજ વચ્ચે ધોરીમાર્ગ તંત્રની નફ્ફટાઈ

રાજપરા વરતેજ વચ્ચે ધોરીમાર્ગ પર
કાયમી અકસ્માતો છતાં તંત્રની નફ્ફટાઈ
વાંક માર્ગ વિભાગનો નથી પાણીપુરવઠા વિભાગની
બેદરકારી સામે સિહોર પ્રાંત અધિકારીએ કરી તાકીદ
 
ઈશ્વરિયા બુધવાર તા.૫-૭-૨૦૨૩
 
રાજપરા વરતેજ વચ્ચે ધોરીમાર્ગ પર કાયમી અકસ્માતો છતાં તંત્રની નફ્ફટાઈ સામે રોષ રહેલો છે. આ પરિસ્થિતિમાં વાંક માર્ગ વિભાગનો નથી પણ પાણીપુરવઠા વિભાગની આ બેદરકારી સામે એક અકસ્માત દરમિયાન સિહોર પ્રાંત અધિકારી શ્રીએ  તાકીદ કરી છે.
 
ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર રાજપરા અને વરતેજ વચ્ચે એક ભાગમાં ખાડા રહેલા હોવાથી કાયમી નાના મોટા અકસ્માતો સર્જાવા છતાં કશું મરામત ન થતાં તંત્રની નફ્ફટાઈ સામે રોષ રહેલો છે.
 
આ પરિસ્થિતિમાં મંગળવારે સવારે આ ગાબડાથી સર્જાયેલ હળવા અકસ્માત દરમિયાન જ અહીથી પસાર  થતાં સિહોર પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળાએ અહી ઊભા રહી સહાનુભૂતિ દર્શાવી અને આ રસ્તાના ધોવાણ સંદર્ભે ભાવનગર ખાતે સંબંધિત પણી પુરવઠા અને માર્ગ વિભાગને મરામત માટે તાકીદ કરી હતી. જો કે, પ્રાંત અધિકારી શ્રી દ્વારા આ રસ્તા પર અન્ય ગામો પાસે જરૂરી મરામત માટે પણ સૂચિત કરેલ છે.
 
અહી અવાર નવાર સર્જાતા અકસ્માત માટે કારણરૂપ ગાબડું એ માર્ગ વિભાગની બેદરકારી નહિ, પરંતુ ભાવનગર માટે પાણી પુરવઠાના ભૂંગળાંમાં રહેલ કાયમી ગળતરથી ધોવાણ થતાં અહી મોટા ખાડા ગાબડાં રહેલા છે. આમ છતાં ભાવનગર મહાનગરપાલિકા, સંબંધિત પાણી પુરવઠા વિભાગ દ્વારા કશું મરામત થતું નથી.