રાજપરા રવિવારથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ
રાજપરા ખાતે રવિવારથી ભક્તિભાવ અને ઉમંગ
સાથે શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ
વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે
શ્રી ખોડિયાર જયંતિ સાથે આયોજન અંગે પત્રકારોને અપાઈ વિગતો
ઈશ્વરિયા શનિવાર તા.૨૮-૧-૨૦૨૩
રવિવારથી શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવાર દ્વારા રાજપરા ખાતે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ યોજાશે આ સાથે શ્રી ખોડિયાર જયંતિ પ્રસંગની તૈયારીઓ પૂર્ણ થતાં પત્રકારોને વિગતો અપાઈ છે.
ગોહિલવાડના આરાધ્ય સ્થાન ખોડિયાર મંદિરના મહંત પરિવાર દ્વારા રવિવાર તા .૨૯થી શનિવાર તા.૪ દરમિયાન બપોરે ૩થી સાંજના ૬ વાગ્યા દરમિયાન મહંત શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા લાભ મળશે. આ સાથે વિવિધ લોકડાયરા અને ભજનના આયોજનો થયા છે.
રાજપરા ખાતે આ આયોજન અને પત્રકારોને મહંત પરિવારના શ્રી ઉદયપુરી ગોસ્વામીએ વિગતો આપી જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. અહીંના અગ્રણી શ્રી ભરતભાઈ મેર દ્વારા જણાવાયા મુજબ ભાગવત સપ્તાહના આ આયોજન દરમિયાન સાંજે વિવિધ લોકડાયરા અને ભજન સાથે ગરબાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં જાણિતા કલાકારો પોતાની કળા પીરસશે. તા.૨૯ના શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી ઉર્વશીબેન રાદડિયા અને શ્રી પોપટભાઈ માલધારી, તા.૩૧ના શ્રી માયાભાઈ આહીર, શ્રી ભીખુદાન ગઢવી, શ્રી સાગરદાન ગઢવી, શ્રીમૌલિકા દવે અને શ્રી કાશ્મીરા ગોહિલ તથા તા.૩ના શ્રી કિંજલબેન દવે અને સાથી વૃંદનો લાભ મળનાર છે.
રાજપરા ખાતે શ્રી ખોડિયાર જયંતિ સાથે શ્રીમદ્દ દેવી ભાગવત પ્રસંગે સંતો, મહંતો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે.