તુલસી વિવાહ સાથે પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન
ઈશ્વરિયા ગામે શનિવારે તુલસી વિવાહ સાથે પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન
ઈશ્વરિયા ગુરુવાર તા.૩-૧૧-૨૦૨૨
આગામી શનિવારે ઈશ્વરિયા ગામે તુલસી વિવાહ સાથે નાકરાણી પરિવાર દ્વારા નિર્મિત પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન થનાર છે.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે વતનપ્રેમી દાતા શ્રી શંભુભાઈ રણછોડ ભાઈ નાકરાણી પરિવાર દ્વારા ધોરી માર્ગ પર શ્રી ખોડિયાર માતાજીની પ્રતિમા સાથે ગામનું સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરાવાયું છે, તેનું આગામી શનિવારે ઉદ્દઘાટન થનાર છે.
ઈશ્વરિયા ગામમાં આ દિવસે તુલસી વિવાહ આયોજન સાથે સમગ્ર ગામ માટે ઉત્સવનું વાતાવરણ ઉભુ થયુ છે. આયોજનમાં શ્રી દિલીપભાઈ નાકરાણી તથા શ્રી પંકજભાઈ નાકરાણી સાથે ગામના આગેવાન કાર્યકરો તેમજ ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયેલા છે.