નવરાત્રી ઈશ્વરિયા શાળાની બાળાઓને ભેટ ગોળકિયા પરિવાર
વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના
સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ
ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ
ઈશ્વરિયા રવિવાર તા.૫-૧૦-૨૦૨૫
ઈશ્વરિયા શાળાની બાળાઓને ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ થયું છે. વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ અપાઈ છે.
સિહોર તાલુકાના ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં શ્રી લક્ષ્મણભાઈ ગોળકિયા તથા શ્રી હંસાબેન ગોળકિયાએ પૂજન સાથે બાળાઓને પાણી રાખવાની બાટલીઓની ભેટ અપાઈ છે.
વિદેશ સ્થિત આ પરિવારના દાતા શ્રી નિલેશભાઈ ગોળકિયા તથા શ્રી શ્રધ્ધાબેન ગોળકિયા દ્વારા નવરાત્રી ઉપવાસ આરાધના સંદર્ભે આ સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને આ ભેટ વિતરણ થયું છે.
