મોરબીમાં દુર્ઘટના મંગળવારે સમૂહ પ્રાર્થના શ્રદ્ધાંજલિ
મોરબીમાં દુર્ઘટનામાં ભોગ બનેલાઓને મંગળવારે સમૂહ પ્રાર્થના વડે શ્રદ્ધાંજલિ
શ્રી મોરારિબાપુ સાથે સંતો મહંતો તથા મહાનુભાવો જોડાશે અને સાંત્વના આપશે
ઈશ્વરિયા શનિવાર તા.૫-૧૧-૨૦૨૨
મોરબીમાં ગત સપ્તાહે સર્જાયેલ દુર્ઘટનામાં ભોગ બનેલાઓને સમૂહ પ્રાર્થના વડે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જેમાં શ્રી મોરારિબાપુ સાથે સંતો મહંતો તથા મહાનુભાવો જોડાશે અને સાંત્વના પાઠવશે.
પૂરા રાષ્ટ્ર અને સમાજને કંપાવનાર એવી દુર્ઘટના ગત સપ્તાહે રવિવાર તા.૩૦ સાંજે મોરબીમાં ઘટી અને અહી ઝૂલતો પુલ તૂટી પડતાં મોટી સંખ્યામાં મૃત્યુ નિપજ્યા.
આ દુર્ઘટનામાં ભોગ બનેલાઓને સમૂહ પ્રાર્થના વડે શ્રદ્ધાંજલિ શોકાંજલિ અને સંબંધિત પરિવારજનોને સાંત્વના આપવાનું આયોજન આગામી મંગળવાર તા.૮ બપોરે ૪થી ૬ કલાક દરમિયાન મોરબીમાં કબીરધામ ખાતે થયું છે.
આ દુઃખદ આયોજનમાં શ્રી મોરારિબાપુ સાથે સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના મહામંડલેશ્વરો, મહંતો, સંતો અને ભોગ બનનારના પરિવારજનો સાથે રાજકીય મહાનુભાવો, વહીવટી આગેવાનો દ્વારા શોકાંજલિ અર્પણ કરવામાં આવશે.