image

કાગધામ મજાદર ખાતે 'કાગ સન્માન' કાર્યક્રમ

એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી
અને વિદ્યા વિલાસી હોવો જોઈએ - શ્રી મોરારિબાપુ
કાગધામ મજાદર ખાતે 'કાગ સન્માન' સાથે યોજાયો
કાર્યક્રમ 'કાગને ફળિયે કાગની વાતું...' 
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૨૪-૨-૨૦૨૩
 
કાગધામ મજાદર ખાતે 'કાગ સન્માન' સાથે કાર્યક્રમ 'કાગને ફળિયે કાગની વાતું...' યોજાયો, જેમાં શ્રી મોરારિબાપુએ કવિ શ્રી દુલા કાગ વિશે કરેલા ઉદબોધનમાં જણાવ્યું કે, એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી અને વિદ્યા વિલાસી હોવો જોઈએ, જે ગુણો ભગત બાપુમાં હતા.
 
ગુરુવાર બપોર બાદ કાગધામ મજાદર ખાતે કવિ શ્રી દુલા ભાયા કાગ ભગતબાપુની પુણ્યતિથિ પર 'કાગ સન્માન' કાર્યક્રમમાં સ્વર્ગસ્થ શ્રી નાગભાઈ લાખાભાઈ ખળેલ, શ્રી ઈશુભાઈ ગઢવી, શ્રી હરેશદાન જસુભાઈ સુરુ, શ્રી નિલેશ પંડ્યા તથા શ્રી ગજાદાન ચારણ સન્માનિત થયા હતા.
 
બપોરની બેઠક 'કાગને ફળિયે કાગની વાતું... ' કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુએ વાલ્મીકિ રામાયણના નામે ગવાતો શ્લોક રજૂ કરી એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી અને વિદ્યા વિલાસી હોવો જોઈએ, જે ગુણો ભગત બાપુમાં હતા. 
 
શ્રી મોરારિબાપુએ સન્માન કાર્યક્રમ વેળાએ કરેલા સંબોધનમાં સાધુતા વિશે કરેલી વાતમાં કુટસ્થ, તટસ્થ, મધ્યસ્થ અને સત્યસ્થ એમ ચાર સ્થિતિની વાતમાં સાધુ સત્યસ્થ હોવા પર ભાર મૂક્યો અને ચારણ સમાજ દ્વારા થયેલા સાહિત્ય સાથે સમાજ સેવાના કાર્યોનો ઉલ્લેખ હૈયાના અહોભાવ સાથે કર્યો. આ સાથે શ્રી ભગતબાપુ તથા શ્રી સોનલમાઈ ના આશીર્વાદ સાથે સૌ સંસ્કાર જાળવણી માટે મંડ્યા રહેશો તેમ લાગણી જણાવી.
 
અહીંયા બપોરની બેઠકમાં શ્રી બળવંતભાઈ જાનીની વિદ્વત સંચાલન પ્રણાલી સાથે જાણિતા લોકસાહિત્ય મર્મી શ્રી યશવંત આનંદભા લાંબા તથા શ્રી લખણશીભાઈ ગઢવીએ સાહિત્ય રસાસ્વાદ કરાવ્યો હતો. રાત્રે સન્માન કાર્યક્રમમાં શ્રી બળવંતભાઈ જાની તથા શ્રી અંબાદાન રોહડિયાના સંચાલન સાથેનો ઉપક્રમ યોજાયો. આ પ્રસંગે સન્માનિત સન્માનિત સાહિત્યકારોના પ્રતિભાવ સાથે શ્રી વસંતભાઈ ગઢવીએ પ્રાસંગિક હર્ષ વ્યક્ત કરેલ.
 
કાર્યક્રમ પ્રસંગે શ્રી જયદેવભાઈ કાગે સૌને આવકાર્યા હતા. શ્રી બાબુભાઈ કાગ અને પરિવારજનોએ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરી હતી.
 
કાગ સ્મૃતિના આ સમારોહ પ્રસંગે 'કાગવાણી' માટે કલાકારોએ રમઝટ બોલાવી હતી. 
 
અહી સાહિત્યક્ષેત્રના મહાનુભાવો મર્મીઓ શ્રી નિરંજન ભાઈ રાજ્યગુરૂ, શ્રી છેલભાઈ વ્યાસ સાથે નામી અનામી જાણતલ જોડાયા હતા.