માઈધાર વિજ્ઞાન દિવસ
લોકવિદ્યાલય માઈધાર ખાતે વિજ્ઞાન દિવસ
માઈધાર બુધવાર તા.૧-૩-૨૦૨૩
વિવિધ કાર્યક્રમો આયોજનો સાથે પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધાર ખાતે સંસ્થાના વડા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના પ્રેરક માર્ગદર્શન સાથે મંગળવારે વિજ્ઞાન દિવસ ઉજવાયો છે. અહી આજુબાજુની ૪૧ શાળાઓના બાળકો વિવિધ પ્રયોગો અને પ્રવૃત્તિમાં જોડાયા હતા. ભાવનગર વિજ્ઞાનનગરીના શ્રી બીપીનભાઈ શાહ સાથે સંસ્થાના શ્રી ભાવનાબેન પાઠક અને શ્રી પાતુભાઈ આહીર, શ્રી એભલભાઈ ભાલિયા સાથે વિદ્યાર્થીઓ સંકલનમાં રહ્યા.