પ્રકૃતિની પીંછીએ ચિત્ર
વાહ...પ્રકૃતિની પીંછીએ સર્જ્યું દશ્ય ચિત્ર...!
ઈશ્વરિયા મંગળવાર તા.૭-૧૦-૨૦૨૫
ભાદરવો કે આસો, આ માસ આમ તો ચોમાસાના... પણ... પણ... વરસાદના તો નહિ જ... તોય અષાઢ શ્રાવણ જેમ મન ફાવે તેમ વ્હાલોજી, હવે આ દિવસોમાં 'દવલો' લાગે છે. પણ, આ પરિસ્થિતિનું જ આ દશ્ય તો મનોહર લાગે છે. મંગળવારની શરદપૂર્ણિમાના દિવસે મહુવા પંથકમાં પડેલા વરસાદથી આ થયું છે. નથી આ નદી કે સરોવર, આ તો શ્રી મોરારિબાપુ પ્રેરિત કૈલાસ ગુરુકુળ પરિસરમાં માં સરસ્વતી સ્થાન આસપાસનું દશ્ય છે. ન ગમતી પરિસ્થિતિમાં આ ગમતું દશ્ય ખડું થયું છે... જે તસવીરકાર શ્રી મૂકેશ પંડિતે ઝડપી લીધું. વાહ... વાહ... જુઓ તો ખરા... પ્રકૃતિની પીંછીએ સર્જ્યું દશ્ય ચિત્ર...!
