લોકભારતી સણોસરા પ્રદર્શન
લોકભારતી સણોસરામાં યોજાયું પ્રદર્શન
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૮-૮-૨૦૨૩
લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે યોજાયેલ વિશિષ્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજાણું પ્રણાલી સાથેના વિવિધ પાસાઓની સમજ આપવામાં આવી. 'ઈ લર્નિંગ એકઝીબિશન ૨૦૨૩' પ્રસંગે ઉદ્ઘાટન શિક્ષણવિદ્દ શ્રી મહેન્દ્રભાઈ ચોટલિયાના હસ્તે થયું. સંસ્થાના વડા શ્રી વિશાલ ભાદાણીના નેતૃત્વ સાથે અહી શ્રી દીપભાઈ વનરા, શ્રી દીપ્તિબેન વાઘેલા, શ્રી મોહિતભાઈ ભાલ અને શ્રી ધ્રુવભાઈ વાઘેલા આયોજનમાં રહ્યા. સંચાલનમાં કુમારી વૈભવી મીર રહેલ. પ્રદર્શનનો લાભ વિદ્યાર્થીઓ સાથે રસિકોને મળ્યો.