image

લોકભારતી સણોસરા વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન

માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની છે,
જે પોતાની અંદર જ છે. - શ્રી હરેશભાઈ ધોળકિયા
લોકભારતી સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને શ્રી નાનાભાઈ સ્મારક વ્યાખ્યાન
 
ઈશ્વરિયા મંગળવાર તા.૨૦-૧૨-૨૦૨૨
 
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાઈ ગયો. અહી કેળવણીકાર લેખક શ્રી હરેશભાઈ ધોળકિયાએ વ્યાખ્યાન આપતા કહ્યું કે, માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની રહી છે, જે પોતાની અંદર જ છે,  જે ઉપનિષદ દ્વારા સમજાય છે.
 
'પરિવર્તનશીલ જગતમાં ભારતીય દર્શન' વિષય પર જાણિતા કેળવણીકાર લેખક શ્રી હરેશભાઈ ધોળકિયાએ વ્યાખ્યાન આપતા હળવી વાત, સાંપ્રત પ્રવાહો અને તત્વદર્શન કરાવતાં રસાળ શૈલીમાં સમજાવ્યું કે, માણસની કાયમી માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની રહી છે, જે પોતાની અંદર જ છે,  જે ઉપનિષદ દ્વારા સમજાય છે. બહારના આનંદનો અંત હોય છે, તે મર્યાદિત છે, તેમાં કાયમી સુખ નથી, અંદરના જગતમાં શાશ્વત સુખ આનંદ રહેલ છે. બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે.
 
પોતાની જાતને ઓળખવા પર ભાર મૂકી આ માટે દુનિયામાં શ્રેષ્ઠ તત્ત્વદર્શન ભારતીય તત્ત્વજ્ઞાન છે. 
 
વેદ એ ઋષિઓને મળેલા આનંદની અભિવ્યક્તિ છે. વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણના ટુંક દર્શન સાથે મહાવીર, બુધ્ધ, ગાંધીજી, કૃષ્ણમૂર્તિજી સહિત વિવિધ માનવ પ્રતિભાઓનો ઉલ્લેખ કરી ધર્મ અધ્યાત્મના સંબંધ અંગે છણાવટ કરી.
 
વ્યાખ્યાનના બીજા સત્રમાં શ્રી હરેશભાઈ ધોળકિયાએ બ્રહ્મ, જગત, તત્ત્વ અંગે ગહન સમજ આપી. આ સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ સામે પ્રકાશ પાડ્યો.
 
કાર્યક્રમ પ્રારંભે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ માગશર વદ ૧૨ ઉજવણી સંદર્ભે નઈ તાલીમ અને નવી કેળવણી માટે થયેલા કાર્યોનો સંતોષ વ્યક્ત કરી અહી ગાંધી મૂલ્યો સાથે સંવેદનાના સભર ભણાવાતાં પાઠોની વિગતો આપી અહી 'શ્રમ' એ ભાર નહિ 'કેળવણી' હોવાનું જણાવ્યું.
 
વ્યાખ્યાન આપતા મુખ્ય મહેમાન શ્રી હરેશભાઈ ધોળકિયા વિશે શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીએ પરિચય આપતાં તેમના કેળવણીકાર, વક્તા, વાચક તેમજ સરળ સ્વભાવ ભાવુક તરીકે ઓળખ પરિચય આપેલ.
 
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના શિક્ષણ કેળવણી અંગેના થયેલા આયોજનો અંગે નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી વાર્ષિક નિવેદન રજૂ કરેલ.
 
પ્રથમ બેઠકના સંચાલનમાં શ્રી વિશાલ ભાદાણી રહ્યા હતા. આ પ્રસંગે આવેલા સંદેશાનું વાચન શ્રી કાંતિભાઈ ગોઠીએ કર્યું હતું. જ્યારે બીજી બેઠકના સંચાલનમાં શ્રી વિશાલ જોષી રહ્યા હતા. 
 
વક્તા શ્રી હરેશભાઈ ધોળકિયાનું ચાદર વડે અભિવાદન કરાયું હતું. આભાર દર્શન શ્રી ભરતભાઈ ભટ્ટે કર્યું હતું.
 
લોકભારતીના આ પર્વ પ્રસંગમાં સંગીતવૃંદ દ્વારા સુંદર ભાવવાહી ગાન રજૂ થયા હતા.
 
અગ્રણીઓ શ્રી રામચંદ્રભાઈ પંચોલી, શ્રી યોગેશભાઈ ભટ્ટ, શ્રી નાનુભાઈ વાઘાણી, શ્રી રાજેન્દ્રભાઈ ચોટલિયા, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી દેસુરભાઈ આહીર, શ્રી મનુભાઈ શાહ, શ્રી જીજીભાઈ ચૌહાણ, શ્રી મનોહરભાઈ ત્રિવેદી સાથે વિવિધ સંસ્થાના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા.