image

લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા શોધકર્તાઓ માટે કાર્યશાળા

લોકભારતીના મૂળ સંકલ્પમાં ગામડું છે, તે ઉદ્દેશ માટે
શોધકર્તાઓ પૂરક બને - શ્રી અરુણભાઈ દવે
લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે
શોધકર્તાઓ માટે પ્રથમ કાર્યશાળાનો પ્રારંભ
 
ઈશ્વરિયા શનિવાર તા.૪-૩-૨૦૨૩
 
ભાવનગર જિલ્લાના ગૌરવરૂપ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે શોધકર્તાઓ માટે પ્રથમ  કાર્યશાળાનો પ્રારંભ થતાં સંસ્થાના મોભી લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોકભારતીના મૂળ સંકલ્પમાં ગામડું છે, તે ઉદ્દેશ માટે શોધકર્તાઓ પૂરક બને તેમ અનુરોધ કર્યો.
 
સરકાર દ્વારા શિક્ષણ સંશોધન હેતુ સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાને વધુ ખાનગી વિશ્વવિદ્યાલય માન્યતા મળતા ગણતરીના મહિનાઓમાં જ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ઘમઘમાટ શરૂ થઈ ગયો છે, જેમાં ટૂંકા ગાળામાં જ અભ્યાસક્રમો સાથે શોધકર્તાઓ (પી.એચ.ડી.) માટે પણ કામગીરી શરૂ થઈ ગઈ, જે સંદર્ભે પ્રથમ કાર્યશાળાનો પ્રારંભ થયો.
 
લોકભારતી સંસ્થાના મોભી અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોકભારતીના મૂળ સંકલ્પમાં ગામડું છે, તે ઉદ્દેશ માટે શોધકર્તાઓ (પી.એચ. ડી.કરનાર) પૂરક બને તેમ અનુરોધ કર્યો. તેઓએ અહીંની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનો ટુંક ઉલ્લેખ કર્યો.
 
લોકભારતી યુનિવર્સિટીના વડા અને જાણિતા શિક્ષણવિદ્ શ્રી ભદ્રાયુ વછરાજાનીએ અહી અન્ય ખાનગી સંસ્થાઓના અપવાદરૂપ કિસ્સામાં સંશોધન અભ્યાસ પ્રવૃત્તિ સહેલી નહિ પરંતુ મક્કમતા સાથે અને માનવીય અભિગમ સાથે રહેશે જેનો ખ્યાલ રાખવા પર ભાર મૂક્યો. તેઓએ અહીંની વિશાળ માળખાકીય પૂરક સુવિધાનો લાભ લેવા આગ્રહ વ્યક્ત કર્યો.
 
શોધકર્તાઓની પ્રથમ કાર્યશાળાનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો, જે પ્રારંભે  શ્રી અંકુર મહિડાએ પ્રાસ્તાવિક ભૂમિકા જણાવેલ.
 
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શ્રી રામચંદ્રભાઈ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી વગેરેની પ્રેરક ઉપસ્થિતિ સાથે આ કાર્યશાળા પ્રારંભે શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયના શ્રી દિલીપ બારડ દ્વારા પ્રથમ માર્ગદર્શન વક્તવ્ય યોજાયું જેમાં તેઓએ સંશોધન (પી.એચ. ડી.) માટે રચનાત્મક કરતા વૈજ્ઞાનિક પદ્ધતિ અનિવાર્ય ગણાવી તેઓએ અન્ય શોધસંદર્ભોમાંથી નકલ નહિ પરંતુ પૂરક અને નવીન ઉમેરણ કરવા જણાવ્યું. 
 
લોકભારતી વિશ્વવિદ્યાલયના શ્રી વિશાલ ભાદાણી સાથે અહી કાર્યશાળામાં જોડાયેલા શોધકર્તા અભ્યાસુઓએ પોતાના લક્ષ્ય અને સફળતા માટે સુંદર પ્રશ્નોત્તરીનો લાભ લીધો. 
 
કાર્યશાળામાં શિક્ષણ સંશોધન સાથે જોડાયેલા નિષ્ણાતો શ્રી મહેન્દ્ર ચોટલિયા, શ્રી ભૌતિક લીંબાણી વગેરેનું માર્ગદર્શન મળ્યું છે.