image

સણોસરા પાક પરિસંવાદ અને કૃષિમેળાનો લાભ

સણોસરા ખાતે તૃણધાન્યની મહત્તા સાથે પાક પરિસંવાદ અને કૃષિમેળાનો ખેડૂતોને મળ્યો લાભ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ
દ્વારા જિલ્લા કક્ષાનું થયું આયોજન
 
ઈશ્વરિયા બુધવાર તા.૧-૩-૨૦૨૩
 
સણોસરામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી ખાતે તૃણધાન્યની મહત્તા સાથે પાક પરિસંવાદ અને કૃષિમેળાનો ખેડૂતોને લાભ મળ્યો છે.
 
ભાવનગર જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા દ્વારા જિલ્લા કક્ષાના યોજાયેલ આ પાક પરિસંવાદ અને કૃષિમેળો ખેડૂતો માટે માર્ગદર્શક બનેલ છે. 
 
ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથેના આ પાક પરિસંવાદ અને કૃષિમેળામાં લોકભારતીના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારીની વિશેષ ઉપસ્થિતિ સાથે ખેડૂતોને તૃણધાન્ય અને સાથી પાકો સાથે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અભિયાન સંદર્ભે નિષ્ણાત માર્ગદર્શકો દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવી હતી. અહી આંગણવાડી કેન્દ્રો દ્વારા આ પાકની વાનગીઓ પણ મૂકવામાં આવી હતી.
 
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમ શુક્લ દ્વારા સંશોધન અને કૃષિ અંગે વિગતો આપવામાં આવી હતી.
 
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આવકાર ઉદ્બોધન સાથે સરકારના કૃષિ વિકાસ લક્ષી અભિગમ અને ખાતાની યોજનાઓનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરાયેલ. 
 
શ્રી શીલાબેન બોરિચાના સંચાલન સાથે અહી આંગણવાડી સંચાલિકા બહેનોએ વાનગીઓ માટે પુરસ્કાર અપાયા હતા. જેમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના શ્રી શારદાબેન દેસાઈનું માર્ગદર્શન મળ્યું હતું.  આભાર વિધિ શ્રી પ્રદીપભાઈ ક્યાડા દ્વારા થઈ હતી.