લોકભારતી સણોસરા અભિમુખતા શિબિર
લોકભારતી સણોસરામાં અભિમુખતા શિબિર પ્રારંભ
સણોસરા બુધવાર તા.૯-૮-૨૦૨૩
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરામાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય સંસ્થા અભિમુખતા શિબિર પ્રારંભ થયો. સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી દ્વારા દીપપ્રાગટ્ય સાથે વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્દ્બોધન કરાયું. આચાર્ય શ્રી હસમુખભાઈ સુથાર અને સંસ્થાના વડા શ્રી કાંતિભાઈ ગોઠીએ શુભેચ્છાઓ પાઠવી હતી.