ભાવનગર જિલ્લા આચાર્ય સંઘનું સણોસરામાં અધિવેશન
ભાવનગર જિલ્લા માધ્યમિક શાળા આચાર્ય સંઘનું
સણોસરામાં મળશે અધિવેશન
લોકભારતી યુનિવર્સિટી ખાતે આગામી મંગળવારે
વક્તવ્ય અને સન્માન આયોજન
ઈશ્વરિયા મંગળવાર તા.૨૧-૨-૨૦૨૩
ભાવનગર જિલ્લા માધ્યમિક શાળા આચાર્ય સંઘનું સણોસરામાં અધિવેશન મળશે. લોકભારતી યુનિવર્સિટી ખાતે આગામી મંગળવારે વક્તવ્ય અને સન્માન આયોજન થયેલ છે.
આગામી મંગળવાર તા.૨૮ સવારે લોકભારતી યુનિવર્સિટી સણોસરામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય વ્યાસના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા માધ્યમિક શાળા આચાર્ય સંઘનું અધિવેશન મળશે, જેમાં લોકભારતીના વડા અને ચિંતક શિક્ષણવિદ્ શ્રી ભદ્રાયુ વછરાજાની, શ્રી વિશાલ ભાદાણી અને શ્રી ભૌતિક લીંબાણી વક્તવ્ય માર્ગદર્શન આપશે. અહી શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ દ્વારા વહીવટી માર્ગદર્શન મળશે.
સંઘના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ બતાડા, મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ તથા શ્રી બટુકભાઈ પટેલનાના સંકલન અને લોકભારતી યુનિવર્સિટીના સહયોગ સાથે આ અધિવેશનમાં વક્તવ્ય સાથે કેટલાક સન્માન આયોજન થયેલ છે.