image

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય દ્વારા માનપુર ગામે શિબિર સમાપન

અનુભવ અને અનુબંધ બંનેનો સમન્વય લોકભારતીની
ગ્રામશિબિરો દ્વારા થાય છે - શ્રી અરુણભાઈ દવે
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય દ્વારા માનપુર ગામે
યોજાયેલ રાષ્ટ્રિય સેવા યોજના શિબિર સમાપન
 
ઈશ્વરિયા મંગળવાર તા. ૭-૩-૨૦૨૩
 
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા માનપુર ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિર સમાપન પ્રસંગે લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ કહ્યું કે, અનુભવ અને અનુબંધ બંનેનો સમન્વય લોકભારતીની ગ્રામશિબિરો દ્વારા થાય છે.
 
માનપુર ગામે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા 'અમૃત મહોત્સવ ઉપર યુવા સંકલ્પ' અને 'શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ' વિષય સાથે યોજાયેલ આ શિબિર સમાપન પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અહી થયેલી સેવા શિક્ષણ પ્રવૃત્તિ અંગે વિગતો આપવામાં આવી હતી.
 
લોકભારતીના વડા અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ ઉદ્બોધન કરતા કહ્યું કે, આવી શિબિરો દ્વારા ગામડાનો અભ્યાસ થઈ શકે છે અને તેના વિકાસ માટે શિક્ષણમાં કઈ રીતે સમાવેશ કરવો જોઈએ તે જાણવા મળે છે. અનુભવ અને અનુબંધ બંનેનો સમન્વય લોકભારતીની આવી ગ્રામશિબિરો દ્વારા થાય છે. તેઓએ શિક્ષણમાં માત્ર માહિતી નહિ, આચરણ અનિવાર્ય ગણાવેલ.
 
આ પ્રસંગે માનપુર ગંગોત્રી સંસ્કાર તીર્થ સંસ્થાના અગ્રણી શ્રી કરશનભાઈ ડાંગરે આ શિબિરનો લાભ સ્થાનિક વિદ્યાર્થી બાળકોને મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો.
 
મહાવિદ્યાલયના આચાર્ય શ્રી હસમુખભાઈ સુથારે શિબિરાર્થીઓને સતત સાંપ્રત મૂલ્યાંકન કરતા રહેવા શીખ આપી.
 
કાર્યક્રમમાં શ્રી ગંગાદેરી જગ્યાના શ્રી સેવાદાસબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
 
લોકવિદ્યાલય વાળુકડના શ્રી રાઘવભાઈ ધામેલિયા, સંસ્થાના શ્રી કેતનભાઈ ત્રિવેદી તથા શ્રી ભારતીબેન ઠક્કર દ્વારા શિબિર સંદર્ભે પ્રાસંગિક વાતો રજૂ થઈ હતી.
 
પ્રારંભે પ્રાધ્યાપક શ્રી વિશાલભાઈ જોષીએ આવકાર ઉદ્બોધન કરેલ.
 
અહીંયા શ્રી મનજી કોશિયાણિયાના સંચાલન સાથેના આ કાર્યક્રમમાં બહેનો દ્વારા સુંદર ગાન રજૂ થયેલ. સમગ્ર આયોજન સંકલનમાં શ્રી શ્રીધરભાઈ ગજ્જર, શ્રી યોગેશભાઈ ત્રિવેદી સાથે સંસ્થા પરિવાર જોડાયેલ. શ્રી જિતેશભાઈ વ્યાસ, શ્રી લાલજીભાઈ વિરડિયા, શ્રી આંબાભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પરમાર વગેરેની ઉપસ્થિતિ રહી.
 
કાર્યક્રમ આભારવિધિ શિબિર સંયોજક શ્રી પૂજાભાઈ મકવાણાએ કરી હતી.