image

લોકભારતી સણોસરા ખાતે 'અકૂપાર'

લોકભારતી સણોસરા ખાતે 'અકૂપાર' પ્રસ્તુત થયું
 
ઈશ્વરિયા મંગળવાર તા.૨૭-૧૨-૨૦૨૨
 
સિંહ સાથે પર્યાવરણ અને તત્કાલીન સમાજ વ્યવસ્થાના સુંદર નિરૂપણ કરતા શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નાટક 'અકૂપાર' લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રસ્તુત થઈ ગયું. મુખ્ય પાત્રમાં રહેલ શ્રી દેવકીના સંવાદો અને ગીર નેસડાની અદભૂત સજાવટથી વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગ્રામજનોએ પ્રેરણા મેળવી હતી. આમ, સિંહ સંવર્ધન અને સંભાળ માટે માલધારી નેસની અનિવાર્યતા પણ સમજાઈ હતી. આ પ્રસંગે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવે સાથે શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીએ નાટક આયોજક કલાકારો સૌ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.