image

સિહોર મહાદેવપરા આડબંધ

સિહોર પાસે મહાદેવપરામાં આડબંધ ખાતમુહૂર્ત
 
ઈશ્વરિયા શનિવાર તા.૧૭-૬-૨૦૨૩
 
ભાવનગર સિંચાઈ વિભાગ અંતર્ગત પિડીલાઈટ જળસંગ્રહ અભિયાન લોકભારતી સણોસરાના સંકલન સાથે સિહોર પાસે મહાદેવપરામાં આડબંધનું કાર્ય શરૂ થયું છે. આ આડબંધનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સિંચાઈ વિભાગના શ્રી રવિભાઈ કણઝરિયા,  પિડીલાઈટ સંસ્થાના શ્રી મનસુખભાઈ વિરુગામા, લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું છે.