રામધરી કુપોષણ સામે જાગૃતિ
સિહોર તાલુકાના રામધરી ગામે
કુપોષણ સામે જાગૃતિ બેઠક મળી
આંગણવાડી દ્વારા ગ્રામજનો કાર્યકર્તાઓ સાથે થયું સંકલન
રામધરી રવિવાર તા.૪-૬-૨૦૨૩
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર દ્વારા રામધરી ગામે કુપોષણ સામે જાગૃતિ બેઠક મળી ગઈ. આંગણવાડી દ્વારા ગ્રામજનો કાર્યકર્તાઓ સાથે સંકલન થયું હતું.
સિહોર તાલુકાના રામધરી ગામે આંગણવાડી કેન્દ્રના આયોજન સાથે બેઠક મળી ગઈ જેમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગરના યોજના અધિકારી શ્રી શારદાબેન દેસાઈ સાથે સિહોર કચેરીના ફરજ પરના અધિકારી શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે કુપોષણ સામે જાગૃતિ અંગે સમજ આપવામાં આવી જેમાં નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ પણ જોડાયા હતા.
સરકાર શ્રી દ્વારા અમલી બાળ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિ અંગે વિગતો સાથે બાળકો અને માતાના પોષણ અંગે સમજ આપવામાં આવી હતી.
રામધરી આંગણવાડી કેન્દ્રના શ્રી ભૂમિબેન પંડ્યા સાથે શ્રી ભૂમિબેન ધામેલિયા દ્વારા બેઠક જહેમત ઉઠાવાઈ હતી.