કૃષ્ણપરા ખાખરા બીજ વિતરણ
કૃષ્ણપરા ગામે શાળામાં ખાખરા બીજ વિતરણ
કૃષ્ણપરા બુધવાર તા.૨-૮-૨૦૨૩
પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે બાળકોને રુચિ વધે તેવા હેતુ સાથે સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે પ્રાથમિક શાળામાં કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત પ્રેરિત 'ધરતીના છોરું' અભિયાન અંતર્ગત ખાખરા બીજનું વિતરણ કરાયું. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પ્રસંગે સરપંચ શ્રી હરિશંગભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌહાણના સંકલન સાથે બાળકો સાથે સંવાદ પણ યોજાયો હતો. શાળામાં શિક્ષકો શ્રી ભરતભાઈ વિરાણી, શ્રી મૂકેશભાઈ રાઠોડ તથા શ્રી ગીતાબેન પરમાર દ્વારા અભ્યાસ સાથે પર્યાવરણ જાગૃતિ પ્રવૃત્તિ થઈ રહેલ છે.