image

રેવા ખાખરા બીજ રોપાયા

રેવા ગામની શાળા દ્વારા ખાખરા બીજ રોપાયા
 
ઈશ્વરિયા શુક્રવાર તા.૧૧-૮-૨૦૨૩
 
પર્યાવરણ જાગૃતિ માટે ઉમરાળા તાલુકાના રેવા ગામે 'ધરતીનાં છોરું' અભિયાનના પ્રેરક શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાઈ ગયો. માધ્યમિક શાળાના ફરજ પરના આચાર્ય શ્રી ધ્રુવકુમાર દાણીધારિયા તથા શિક્ષક શ્રી જયપાલસિંહ ચુડાસમાના સંકલન સાથે પ્રકૃતિ સાથે અભ્યાસ અંગે વિગતો આપવામાં આવી. પ્રાથમિક શાળાના ફરજ પરના આચાર્ય શ્રી સચિનભાઈ પટેલ આ બેઠકમાં સાથે રહ્યા હતા. રેવા ગામની માધ્યમિક શાળાની જગ્યા પર વિદ્યાર્થીઓ દ્વારા ખાખરા બીજ રોપાયા હતા. અહીંયા પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણી પણ જોડાયા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શ્રી લાલભાઈ ગોહિલ સાથે રહ્યા હતા.