image

કળસારમાં સંગોષ્ઠિ પ્રારંભ

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા કળસારમાં
શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ
રવિકૃપા સંસ્થાના સૌજન્ય સાથે પાંચ દિવસીય
આયોજનમાં લોકશાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા
 
આંબલા ગુરુવાર તા.૧૬-૨-૨૦૨૩
 
ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કળસારમાં સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. રવિકૃપા સંસ્થાના સૌજન્ય સાથે પાંચ દિવસીય આયોજનમાં લોકશાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા છે.
 
'કૃત્રિમ બુદ્ધિમત્તા' વિષય સાથે યોજાયેલ આ સંગોષ્ઠિ  ઉદ્ઘાટનમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે સાથે પીડીલાઈટ ઉદ્યોગના શ્રી પંકજકુમાર શુક્લની મુખ્ય ઉપસ્થિતિ સાથે ઉદ્યોગ પતિ શ્રી પંકજભાઈ રૂપારેલ અને સદભાવના સંસ્થાના તબીબ અગ્રણી શ્રી પ્રવિણભાઈ બલદાણિયા જોડાયા હતા.
 
શ્રી ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કળસારમાં શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિમાં મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સંશોધનો અને સમાજ જીવનની પરિસ્થિતિ સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા સંદર્ભે વાતો રજૂ કરી હતી.
 
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા  રવિકૃપા સંસ્થાના સૌજન્ય સાથે આ પાંચ દિવસીય આયોજનમાં બોરડા, હાથબ, શેત્રુંજી જળાશય, દુધાળા, ટાટમ, માલપરા, ફૂલગ્રામ, ડોળિયા, ધજાળા, ચોરવિરા, ભિમોરા, વાંગધ્રા અને કળસાર લોકશાળાઓ ભાગ લઈ રહેલ છે. સંઘના મંત્રી શ્રી સંજયભાઈ કાત્રોડિયા સાથે સંસ્થા પરિવાર સંકલનમાં જોડાયેલ છે.