image

ભાવનગર શ્રી જીત ત્રિવેદી વિશ્વ વિક્રમ

ભાવનગરના શ્રી જીત ત્રિવેદીએ બંધ આંખે
શતરંજ ગોઠવી વિશ્વ વિક્રમ સર્જ્યો 
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન 
 
ઈશ્વરિયા રવિવાર તા.૨૫-૧૨-૨૦૨૨
 
ભાવનગરના ગૌરવસમા અનેકવિધ કૌવત ધરાવતા શ્રી જીત ત્રિવેદીએ બંધ આંખે શતરંજ ગોઠવી વિશ્વ વિક્રમ સર્જ્યો છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
 
ગોહિલવાડ માટે ગૌરવરૂપ અનેકવિધ કૌવત ધરાવતા શ્રી જીત વિપુલભાઈ ત્રિવેદી આંખે પાટા બાંધી અવનવા ઉકેલ આપી અચંબામાં નાખી દે છે, તેમણે શતરંજ રમતમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
 
ભાવનગરના શ્રી જીત ત્રિવેદીએ સુરત ખાતે યોજાયેલ સ્પર્ધા નિદર્શનમાં બંધ આંખે શતરંજ ગોઠવી વિશ્વ વિક્રમ સર્જ્યો છે, તેમણે બત્રીસ મહોરા યથાસ્થાને માત્ર ૧.૦૨ મિનિટમાં ગોઠવી સિદ્ધિ મેળવી છે, જે વેળાએ ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટીલ સાથે રાજ્યના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. બંધ આંખો કરી રજૂ થયેલા આ કૌશલ્ય માટે વિશ્વમાં વિક્રમ સર્જ્યો છે. 
 
ઉલ્લેખનીય છે, કે શ્રી જીત ત્રિવેદી શતરંજ ઉપરાંત બંધ કે પાટા બાંધી આંખે લખાણનું વાચન, રંગ બતાવવો, વાહન ચલાવવું... સહિત અનેક ક્રિયા અને ઉકેલો પોતાની મનની અનોખી શક્તિ વડે આપી શકે છે.