જાળિયા શાળા ચકલી દિવસ
જાળિયા શાળામાં ચકલી દિવસ ઉજવાયો
જાળિયા બુધવાર તા.૨૦-૩-૨૦૨૪
ચકલી દિવસ પ્રસંગે ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે દાતા શ્રી ખીમજીભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં શ્રી મંથનભાઈ મોરડિયા અને કાર્યકર્તાઓના હસ્તે વિદ્યાર્થીઓને ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આ અભિયાનનાં પ્રેરક શ્રી રમેશભાઈ પટેલ, શ્રી રાજુભાઈ અણઘણ તથા કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે પ્રાસંગિક વાતો કરી. અગ્રણી શ્રી રાજુભાઈ મોણપરાની ઉપસ્થિતિ સાથે આચાર્ય શ્રી પ્રવિણભાઈ મકવાણાનાં સંકલનમાં શાળા પરિવારનાં શ્રી પિયુષભાઈ રેટિયા તથા શ્રી સપનાબેન મહેતા જોડાયા અને ચકલી દિવસ ઉજવાયો.
